ગંભીર@પાટણ: આજે ફરી એકસાથે 13 દર્દી ઉમેરાયાં, કુલ આંક 264 પહોંચ્યો

અટલ સમાચાર, પાટણ પાટણમાં હવે દૈનિક રીતે કોરોના વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ દરરોજ ડબલ સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં કોરોના વાયરસના એકસાથે 13 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે પાટણ શહેરમાં 8, સરસ્વતી તાલુકાના ચારૂપ-અઘાર-દેલીયાથરામાં 3 કેસ, હારીજના વાંસામાં 1 અને પાટણ તાલુકાના બાલીસણામાં
 
ગંભીર@પાટણ: આજે ફરી એકસાથે 13 દર્દી ઉમેરાયાં, કુલ આંક 264 પહોંચ્યો

અટલ સમાચાર, પાટણ 

પાટણમાં હવે દૈનિક રીતે કોરોના વિસ્ફોટ થઇ રહ્યો હોય તેમ દરરોજ ડબલ સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે. આજે પાટણ જીલ્લામાં કોરોના વાયરસના એકસાથે 13 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે પાટણ શહેરમાં 8, સરસ્વતી તાલુકાના ચારૂપ-અઘાર-દેલીયાથરામાં 3 કેસ, હારીજના વાંસામાં 1 અને પાટણ તાલુકાના બાલીસણામાં 1 મળી નવા 13 દર્દીઓ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોનાના એકસાથે 13 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે નોંધાયેલા કેસમાં સૌથી વધુ પાટણ શહેરમાં આઠ કેસ સામે આવતાં લોકલ સંક્રમણની ચેન તોડવી જરૂરી બની છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને પગલે કોરોના કેસોની સંખ્યામાં દૈનિક વધારો થઇ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવા કવાયત હાથ ધરી છે. આ તરફ પોઝિટીવ દર્દીઓના એકદમ નજીકના સંપર્કમાં આવેલા અને દૂરના સંપર્કમાં આવેલા લોકોની શોધવા દોડધામ મચી છે.

ગંભીર@પાટણ: આજે ફરી એકસાથે 13 દર્દી ઉમેરાયાં, કુલ આંક 264 પહોંચ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાટણ શહેરના રસણીયાવાડામાં 40 અને 49 વર્ષિય પુરૂષ, કેનાલ રોડ પરની શિવનગરી સોસાયટીમાં 73 વર્ષિય પુરૂષ, જુના પાવરહાઉસમાં 36 વર્ષિય પુરૂષ, વાળીનાથ ચોકના શ્રેયસ રેસીડેન્સીમાં 49 વર્ષિય પુરૂષ, અંબાજી નેળીયાંના 53 વર્ષિય પુરૂષ્ યશ ટાઉનશીપમાં 50 વર્ષિય પુરૂષ, ખેજનાનોપાડો વિસ્તારમાં 53 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ પાટણ તાલુકાના બાલીસણા ગામે 52 વર્ષિય પુરૂષ પોઝિટીવ જાહેર થયા છે.

ગંભીર@પાટણ: આજે ફરી એકસાથે 13 દર્દી ઉમેરાયાં, કુલ આંક 264 પહોંચ્યો

નોંધનિય છે કે, સરસ્વતી તાલુકાના ચારૂપમાં 29 વર્ષિય પુરૂષ, અઘારના 36 વર્ષિય પુરૂષ, દેલીયાથરાના 26 વર્ષિય પુરૂષ પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે હારીજના વાંસામાં 31 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ આજે નોંધાયેલા તમામ દર્દીઓમાં મોટાભાગે તાવ, ખાંસી, અશક્તિ, શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો દેખાતાં રીપોર્ટ કરાવ્યો હતો. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 264 કેસ નોંધાઇ ચુક્યા છે.