નિર્ણય@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમનાં 5 DYSPની તાત્કાલિક અસરથી બદલી
Apr 26, 2023, 22:22 IST
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યુરિટીના 5 DYSPની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. વિગતો મુજબ લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ DYSPને બદલી દેવામાં આવ્યા છે. જોકે એકસાથે બદલીના ઓર્ડરો થતા અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સીએમ સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂક કરાઈ છે. બદલાયેલા પાંચેય અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ અપાયો છે.


