રિપોર્ટ@ગાંધીનગર: આંદોલન શરૂ થાય તે પહેલા જ માંગણીઓનો સ્વીકાર, આ કર્મચારીઓની હડતાળ મુલતવી

 
Andolan 01

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં હાલ આંદોલનની મૌસમ હોય તેમ અનેક સરકારી કર્મચારીઑ દ્વારા પોતાની પડતર માંગને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસૂલી કર્મચારીઓ દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.  પરતું આજે મહેસૂલ વિભાગના ACS સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 10 જેટલી માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ 10 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ બાંહેધરી આપવામાં આવી હતી. આથી  મહેસૂલી કર્મચારીઓની હડતાળ મુલતવી રાખવા નિર્ણય કર્યો હતો.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી પંચાયત વિભાગના FHW, FHS, MPHW અને MPHS કર્મચારીઓ હડતાળના માર્ગે વળ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા આગેવાનો સાથે બેઠક યોજીને સમાધાન વલણ રાખીને આંદોલન પૂર્ણ  કરવામાં આવ્યું છે. હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂપિયા 4000 નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત અન્ય માંગ સંતોષાતા પંચાયત વિભાગના કર્મીઑની હડતાળ પૂર્ણ થઇ હતી. વધુમાં અગાઉ વીજ કર્મચારીઑ, એસ.ટી. વિભાગના કર્મચારીઓ, માજી સૈનિકોની, વન રક્ષકો તલાટીઓએ પણ હડતાળ કરી હતી. ત્યારબાદ સરકારે તમામની માંગ સ્વીકારી હોવાનું સામે આવ્યું હતું.