બિગબ્રેકિંગ@ગુજરાત: શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે ખુશખબર, સાતમા પગાર પંચના ત્રીજા હપ્તાને લઈને મોટી જાહેરાત

 
Indian-Rupees

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતના શૈક્ષણિક કાર્ય અને બિન શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓને લઇને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.  ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચને લઇને ઠરાવ પસાર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્ય અને બિન શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓને ઓક્ટોબરમાં સાતમા પગાર પંચનો ત્રીજો હપ્તો ચૂકવાશે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે એ માટે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. એટલે કે 24 ઓક્ટોબરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓના પગારને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલા જ કરી પગાર કરી દેવાની સૂચના આપી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈ વખતે પણ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને વહેલો પગાર આપવામાં આવ્યો હતો.  ગત વર્ષે દિવાળી 4 નવેમ્બરે હતી, જેથી સરકારી કર્મચારીઓનો પગાર 25 ઓક્ટોબરે કરી દેવામાં આવ્યો હતો. કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ આપ્યા હતા.