બિગબ્રેકિંગ@ગુજરાત: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, પગાર પંચ-ભથ્થા સહિતની 15 માંગણીઓ સ્વીકારાઇ

 
Jitu-vaghani

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી અને મોટો નિર્ણય જાહેર કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી કહ્યું છે કે, સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સંયુક્ત કર્મચારી મોરચા સાથેની બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે, આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ CL  પર જવાના હતા. અલગ અલગ સંવર્ગના પ્રશ્નો હતા તેના મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. કર્મચારીઓ પણ ભાજપનો પરિવાર છે માટે કોઇને મુશ્કેલી ન પડે તે સરકાર વિચારે છે. સતત સંવાદથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે. કર્મચારીઓના પ્રશ્નોને લઇ અનેક બેઠકો થઇ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને આંદોલન બંધ રાખવાની અપીલ કરી છે. જનતા હેરાન ન થાય તે માટે કર્મચારીઓ સહકાર આપશે. જૂની પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારનો ઠરાવ છે. જૂની પેન્શન યોજનાની કેટલીક માંગણીઓને ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી, જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે. 

સંયુક્ત કર્મચારી મોરચાએ શું કહ્યું ? 

સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે.   ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે શું કહ્યું ? 

આ તરફ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે કહ્યું કે, જૂની પેન્શન યોજનાનો ઠરાવ અંગે સકારાત્મક નિર્ણય કરી કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારાયો છે. રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણાશે. તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે. મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે. કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ છે.અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી. 45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે. ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા રહેશે. અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું છે. CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ છે. કર્મચારી જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે. 

દિગુભા જાડેજાના નિવેદન મુજબ પેન્શન યોજનાને લઈ આ નિર્ણય કરાયો 

  • 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
  • કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે
  • 2005 પછીના કર્મચારીઓ માટે અમારી માંગણી યથાવત રહેશે
  • સાતમા પગાર પંચના તમામ લાભ આપવાનો નિર્ણય લેવાયો
  • ઉચ્ચતર પગારની માંગ સ્વીકારાઈ
  • ઉચ્ચત્તર પગાર ધોરણ અંગે નિર્ણય લેવાયો
  • મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 રૂપિયા અપાશે

સરકારી કર્મીઑની પરીક્ષાને લઈ નિર્ણય

  • ખાતાકીય પરીક્ષામાંથી અંગ્રેજી વિષય દૂર કરાશે
  • CCCની મુદ્દતમાં વધારો કરાયો
  • ડિસેમ્બર 2024 સુધી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે
  • જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નિવેદન

  • ગુજરાતના શિક્ષકો માટે મહત્વનો નિર્ણય થયા છે
  • 15 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું
  • માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો હલ થયા
  • જૂની પેન્શન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો