વિકાસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સીટી ખાતે ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કર્યું

અટલ સમાચાર, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સીટી ખાતે ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કર્યું. PMએ ગાંધીનગર નજીક ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એટલે કે GIFT ખાતે આ એક્સચેન્જની શરૂઆત કરી છે. આ એક્સચેન્જ ભૌતિક સોના અને ચાંદીનું વેચાણ કરશે. ભારતને બુલિયન ફ્લો માટે એક મુખ્ય પ્રાદેશિક કેન્દ્ર બનાવવા માટે તેને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ અને બોર્સા ઈસ્તાંબુલની માફક પર સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
દેશના પહેલા આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ- IIBXનો પ્રારંભ થવાથી આ સોના બજાર દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય બજારોમાં મહત્વના કેન્દ્ર તરીકે ઓળખ પ્રાપ્ત થશે. અમારા અમદાવાદના IIBXનો આરંભ થતાં દેશના યોગ્યતા ધરાવતા જ્વેલર્સ આંતરરાષ્ટ્રીય બજારમાંથી IIBX દ્વારા સોનાની સીધી આયાત કરી શકશે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ GIFT સીટી ખાતે ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર - IFSCAના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો. આ સાથે વડાપ્રધાન NSE IFSC-SGX કનેક્ટનું પણ લોકાર્પણ કર્યું . તે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) અને NSEની પેટાકંપની સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX) વચ્ચેનો એક કાર્યક્રમ છે. NSE IFSC-SGX કનેક્ટ હેઠળ, સિંગાપોર એક્સચેન્જના સભ્યો દ્વારા નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ રૂટ પર મેચ કરવામાં આવશે.