આનંદો@ગુજરાત: શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું દિવાળી વેકેશન, આ તારીખથી શાળાઓ બંધ

 
Diwali

અટલ સમાચાર, ડેસ્ક 

નવરાત્રીના તહેવાર વચ્ચે દિવાળી વેકેશનને લઇને વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. જેમાં વેકેશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળાઑમાં દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.  જેમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી વેકેશનથી પ્રથમ સત્ર સંપન્ન થશે અને દિવાળી વેકેશન ખુલતાની સાઠે જ દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ કરવામાં આવશે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

વેકેશનમાં  દરમિયાન વિધાર્થીઑ ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ અને લાભપાંચમના તહેવારોની મોજ માણી શકશે, ત્યારબાદ ફરી તા.10મી નવેમ્બરથી શાળાઑ ખુલશે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને જણાવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવા જણાવાયું છે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે, જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ અંગેની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવાની રહેશે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.