BREAKING@ગુજરાત: આખરે LRD ભરતીની કામચલાઉ પસંદગીની યાદી જાહેર, જાણો એક જ ક્લિકે

 
Gujarat Police

અટલ સમાચાર, ડેસ્ક 

લોકરક્ષક ભરતીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભરતી બોર્ડની વેબસાઇટ LRDની કામચલાઉ પસંદગી યાદી મૂકવામાં આવી છે. ઉમેદવારો લોક રક્ષક ભરતીની વેબસાઈટ https://lrdgujarat2021.in પર વધુ માહિતી જોઈ શકશે.

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા.ર૮.૦૬.ર૦રર ના રોજ બહાર પાડવામાં આવેલ અને તા.ર૯.૮.ર૦રર થી તા.૧૩.૯.ર૦રર સુઘી દસ્તાવેજ ચકાસણી રાખવામાં આવેલ. દસ્તાવેજ ચકાસણી યાદીમાં ૫સંદગી પામેલ કુલ-ર૦૮૩૫ ઉમેદવારો પૈકી ૧૫૭૮ ઉમેદવારો ગેરહાજર રહેલ અને ૧૯૨૫૭ ઉમેદવારો હાજર રહેલ. દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી રોલ નં.૨૦૦૦૮૧૭૬ ઉમેદવારનું રમતગમતનું પ્રમાણ૫ત્રનું વેરીફીકેશન બાકીમાં છે, તેઓના કિસ્સામાં હાલ ગુણ આ૫વામાં આવેલ નથી. જો પ્રમાણ૫ત્ર વેરીફીકેશન થઇ આવશે તો તેઓના ગુણનો આખરી ૫સંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
દસ્તાવેજ ચકાસણી દરમ્યાન SC, ST, SEBC ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ તેઓને આ કેટેગરીનો લાભ મળવા માટે તેના સમર્થનમાં પુરાવા રજૂ કરેલ છે, તે પુરાવા માન્ય ગણી તેઓને કેટેગરીનો લાભ આ૫વામાં આવેલ છે. ગુજરાત સરકારના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે. જે પ્રક્રિયા હાલ ચાલુ છે તે અંગે સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવે તેના આઘારે તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.
આ ૫સંદગી યાદીમાં કોઇ ખામી જણાય તો ઉમેદવાર તા.૧૧.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી - બંગલા નં.ગ-૧ર, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

અરજદારના વાંઘાઓ અંગે વિચારણા કરી તે અંગે યોગ્ય નિર્ણય કરી આખરી ૫સંદગી યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
આ તદૃન કામચલાઉ ૫સંદગી યાદી છે. આ ૫સંદગી યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે.
સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગના તા.૨૨.૦૧.૨૦૧૮ જાહેરનામા ક્રમાંકઃGS/2018-(2)-RES-1085-3433-G2ના ફકરા નં.૭માં માજી સૈનિક ઉમેદવારોને યોગ્યતાનાં ધોરણમાં રાહત આપી Performanceને અસર ના કરે તે રીતે પસંદ કરવા જણાવેલ છે. જે સુચનાઓને ધ્યાને રાખી કેટેગીરીવાઇઝ બિન માજી સૈનિક ઉમેદવારોના કટ-ઓફમાં માજી સૈનિક ઉમેદવારોને ૨૦% વધુ છુટ આપી કામચલાઉ પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલ છે.
આ કામચલાઉ યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
જો કોઇ બે ઉમેદવારોના ગુણ અને જન્મ તારીખ બંને સરખા હોય તે કિસ્સામાં જે ઉમેદવારની ઉંચાઇ વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
જો કોઇ બે ઉમેદવારના કિસ્સામાં તેઓના કુલ ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સરખા હોય તે કિસ્સામાં જે ઉમેદવારના HSC ના ગુણ વઘુ હોય તે ઉમેદવારને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે। LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી. શારીરિક કસોટી 29મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. શારીરિક કસોટીમાં કુલ 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી  પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા હતા, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ લેવાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જણાવી દઈ કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા ભરવામાં આવશે. આજે લોકરક્ષક ભરતીની કામચલાઉ પસંદગી યાદી ભરતી બોર્ડની વેબસાઈટ https://lrdgujarat2021.in પર મૂકવામાં આવી છે. જેની જાણકારી IPS હસમુખ પટેલે આપી છે.