ગાંધીનગરઃ હોટલના માલિકને સીઝર તરીકેની ઓળખાણ આપી બે ગઠિયા 18 લાખની હેરીયર કાર લઈને છૂમંતર
farud

અટલ સમાચાર,  ડેસ્ક

ગાંધીનગર અડાલજનાં હોટલ માલિકને સીઝર હોવાની ઓળખાણ આપી વિશ્વાસ સંપાદન કરીને બે ગઠિયા 18 લાખની હેરીયર ગાડી લઈને છૂમંતર થઈ ગયા હતા. પોતાની ગાડીના બે હપ્તા બાકી હોવાથી હોટલ માલિક ગઠિયાઓની વાતમાં આવી ગયો હતો. અને ગાડીની ગઠિયાઓ લઈ ગયા પછી અહેસાસ થયો હતો કે ગાડીમાં રૂ. 1 લાખ 20 હજાર કેશ પણ પડી હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
અડાલજનાં રોયલ વૈભવ હોમ્સમાં સુનિતા દહીયાનાં મકાનમાં ભાડે રહેતાં પ્રવીણ ચીમનલાલ બારોટ અડાલજ બીટ-1 પાસે હોટલ ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ હોટલ પર હાજર હતા. એ દરમિયાન બે ઈસમો હોટલ પર આવ્યા હતા અને પોતાની ઓળખાણ ગાડીઓ સીઝર કરવાવાળાની આપી હતી. બાદમાં કાઉન્ટર પર પડેલી ચાવી લઈને 18 લાખની હેરીયર કાર સાથે મહેસાણા તરફ ભાગી ગયા હતા.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
 
પોતાની ગાડીના બે હપ્તા બાકી હોવાથી પ્રવીણ બારોટ પણ ગઠિયાઓની વાતમાં આવી ગયા હતા. જોકે, પાછળથી તેમને માલુમ પડ્યું હતું કે કારમાં રૂ. 1 લાખ 20 હજાર રોકડા પણ મૂકી રાખ્યા હતા. આ અંગે તેમણે બેંકમાં ખાત્રી કરતાં જવાબ મળ્યો હતો કે, ગાડી સીઝ કરી હશે તો સાંજ સુધીમાં ગાડી અમારી ઇન્વેનટ્રીમાં આવી જશે. ગાડી છોડાવી હોય તો લોનના હપ્તા આવીને ભરી જાઓ. 
 
જોકે, મોડી સાંજ સુધી ગાડી ઇન્વેનટ્રીમાં પહોંચી ન હતી. આ અંગે પ્રવીણભાઈએ સીઝરની તપાસ કરાવતાં માલુમ પડયું હતું કે, મહેસાણાનાં યુસુફ વસૂલીના માણસો ગાડી લઈને ગયા છે. જે ગાડી રામપુરા રોડ પર આવેલા નાગદેવ ગોડાઉનમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે બે ગઠિયાએ સીઝર તરીકેની ઓળખાણ આપી છેતરપિંડી આચરવામાં આવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.