હત્યા@ગાંધીનગર: સચિવાલયના પ્યુનને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી પતાવી દીધો, ઘટના CCTVમાં કેદ

અટલ સમાચાર, ગાંધીનગર
ગાંધીનગરમાં યુવકની પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળી મારી હત્યા કરી દેતા હડકંપ મચી ગયો છે. સચિવાલયમા પ્યુન તરીકે કોંટ્રાક્ટ પર કામ કરતા યુવકની સેક્ટર 10માં હત્યા કરી દેવામાં આવી હતી જેને લઈ ગાંધીનગર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ગાંધીનગરની સેક્ટર 7 પોલીસની રેન્જ બનેલા આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બીજ નિગમની કચેરી પાસે યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમા પોલીસે મૃતક યુવક કિરણજી મકવાણા હોવાનું સામે આવ્યું છે જે ઈંદ્રોડાનો રહેવાસી છે. પોલીસે ઘટના સ્થળેથી પીસ્તોલ તથા કાર્ટરીજ પણ કબ્જે કરી છે. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમા બાઈક પર આવેલા બે શખ્સોએ પોઈન્ટ બ્લેન્ક રેંજથી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં મૃતકના ભાઈ અને પરિવારના સભ્યો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતકના પરિવારના સભ્યો સાથે પ્રાથમિક ચર્ચા કરી હતી. સુત્રોનું માનીએ તો યુવકની હત્યા અગાઉ થયેલી તકરાર કે સ્ત્રી પાત્રના કારણે થઈ હોઈ શકે છે. આરોપીઓના પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે.
આ સીસીટીવી ફૂટેજમા બે આરોપીઓ બાઈક પર જઈ રહ્યા છે. એક આરોપી બુકાનીધારી છે જ્યારે અન્ય એક આરોપી હેલ્મેટ પહેરી પાછળ સવાર છે જેણે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તથા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.