આક્રોશ@પુસ્તક: ગોધરાકાંડમાં કોંગ્રેસના ઉલ્લેખથી હડકંપ, કાર્યવાહીની તૈયારી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ‘ગુજરાતની રાજકીય ગાથા’ પુસ્તક ભાજપના મુખપત્ર સમાન છે. કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલા ફંડમાંથી ભાજપના મુખપત્ર સમાન પુસ્તક ગુજરાતની રાજકીય ગાથાની પાંચ હજાર પ્રત આ ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા છાપવામાં આવી છે. આ પુસ્તક રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે તેમ
 
આક્રોશ@પુસ્તક: ગોધરાકાંડમાં કોંગ્રેસના ઉલ્લેખથી હડકંપ, કાર્યવાહીની તૈયારી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ‘ગુજરાતની રાજકીય ગાથા’ પુસ્તક ભાજપના મુખપત્ર સમાન છે. કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલા ફંડમાંથી ભાજપના મુખપત્ર સમાન પુસ્તક ગુજરાતની રાજકીય ગાથાની પાંચ હજાર પ્રત આ ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા છાપવામાં આવી છે. આ પુસ્તક રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે તેમ કોંગ્રેસે જણાવ્યું છે. ગોધરાકાંડમાં કોંગ્રેસનો હાથ કઈ રીતે એ સત્તાધીશોએ સાબિત કરવું પડશે નહિતર કોંગ્રેસ કાયદેસરની કાર્યવાહી કરશે તેવી પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

‘ગુજરાતની રાજકીય ગાથા’ પુસ્તક વિવાદમાં ગોધરાકાંડ કોંગ્રેસ પ્રેરિત હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ કરવાને લઇ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રોષ ઠાલવ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડનું ભાજપે ભગવકારણ કર્યું છે. ભાજપ પ્રજાના પૈસે પોતાનો પ્રચાર-પ્રસાર કરે છે. કોર્ટના ચુકાદાને તોડી-મરોડીને રજૂ કરાયો છે. તથ્ય અને પુરવાઓથી વિપરીત પુસ્તક લખાયું છે માટે પુસ્તક સામે કોંગ્રેસ કાનૂની લડત ચલાવશે.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે, ગુજરાતના પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની સ્થિતિ સમગ્ર દેશના પરિપ્રેક્ષ્યમાં ખૂબજ નબળી હોય ત્યારે વિદ્યાર્થીઓને બિનઉપયોગી અને ભાજપ માટે વોટની અપીલ કરતા પુસ્તક છાપવાની જરૂર શું છે તે સવાલનો જવાબ ભાજપે આપવો જોઈએ. સરકાર આવા પૂર્વગ્રહયુક્ત પુસ્તકો છાપીને ગુજરાતના યુવાધનને કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર કે વકીલ બનાવવાના બદલે ભાજપના ભક્ત બનાવવા માગે છે તેવો પણ આક્ષેપ કરાયો છે.