રિપોર્ટ@ગુજરાત: વિધાનસભામાં 14 સમિતિના અધ્યક્ષની નિમણૂક, જાણો કઈ સમિતિ શું કામ કરે છે ?

 
Gujarat Vidhansbha

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની કામગીરી માટે વિધાનસભા અધ્યક્ષ દ્વારા જુદી જુદી 18 સમિતિઓની રચના કરવામાં આવી છે. જો આ સમિતિઓની વાત કરવામાં આવે તો તેની કામગીરી અને તેના પાવર ખૂબ મોટા હોય છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિધાનસભાની બાકી રહેલી 14 કમિટીઓના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ અધ્યક્ષ - હિરાભાઈ સોલંકી

ગૌણ વિધાન સમિતિ અધ્યક્ષ - અનિરુદ્ધ દવે

નિયમો માટેની સમિતિ અધ્યક્ષ - કિરીટ પટેલ

અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ અધ્યક્ષ - માલતી મહેશ્વરી

અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિ અધ્યક્ષ - અભયસિંહ તડવી

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ અધ્યક્ષ - અલ્પેશ ઠાકોર

સભ્યોની ગેરહાજરી બાબતેની સમિતિ અધ્યક્ષ - મહેશ કસવાલા

સદસ્ય નિવાસ સમિતિ અધ્યક્ષ - કેશાજી ચૌહાણ

મેજ ઉપર મૂકવાના કાગડો માટેની સમિતિ અધ્યક્ષ - શિવાભાઈ ગોહિલ

અરજી સમિતિ અધ્યક્ષ - ગજેન્દ્રસિંહ પરમાર

વિશેષ અધિકાર સમિતિ અધ્યક્ષ - સંગીતા પાટીલ

પગાર ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ અધ્યક્ષ - આરસી પટેલ

ગ્રંથાલય માટેની સમિતિ અધ્યક્ષ - વિધાનસભા અધ્યક્ષ

કઈ સમિતિ શું કામ કરે છે ? 

1. બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ - આ સમિતિ સભાગૃહમાં ચર્ચા માટે હાથ ધરવાના બિનસરકારી વિધાયક અને બિનસરકારી સંકલ્પોને ચર્ચા માટેના સમય ફાળવણી અંગે ભલામણ કરતા હોય છે.

2. ગૌણ વિધાન સમિતિ - આ સમિતિ રાજ્ય સરકારે કરેલા નિયમો, વિનિયમો, પેટાનિયમો અધિસૂચનાઓ અને આદેશો કરવામાં રાજ્ય સરકારે તેની સત્તા યોગ્ય રીતે વાપરી છે કે કેમ તેની ચકાસણી કરીને સભાગૃહને તેનો અહેવાલની કામગીરીનો અહેવાલ આપે છે.

3. નિયમો માટેની સમિતિ - આ સમિતિ નિયમો માટે પોતાની જાતે અથવા કોઈ સભ્ય સૂચના આપે એટલે સભાગૃહની કાર્યરીતિ અને કામકાજના સંચાલનને લગતી બાબતો વિશે વિચારણા કરશે અને આ નિયમોમાં તેને જરૂરી લાગે તેવા કોઈપણ સુધારા અથવા ઉમેરા વિશે ભલામણ કરશે.

4. સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ - આ સમિતિ વિધાનસભા ગૃહમાં મંત્રીઓ દ્વારા વખતો વખત આપેલી ખાતરીઓ, વચનો તથા બાંહેધરીઓની બારીક તપાસ કરી અને કેટલી હદ સુધી આવી ખાતરીઓ, વચનો બાંહેધરીઓનો અમલ કરવામાં આવ્યો છે અને ઓછામાં ઓછા સમયની અંદર અમલ થયો છે કે નહીં તેના પર અહેવાલ તૈયાર કરે છે.

5. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ માટેની સમિતિ - આ સમિતિ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિના કમિશનરે ભારતના બંધારણ અનુચ્છેદ 3382 હેઠળ રજૂ કરેલા તેના અહેવાલોના ગુજરાત રાજ્યની અનુસૂચિત જાતિઓને સ્પષ્ટ સ્પર્શતા ભાગ પર વિચારણા કરતી હોય છે. રાજ્ય સરકાર અને રાજ્યના જાહેર સાહસો તેમજ વૈધાનિક અને અર્ધસરકારી સંસ્થાઓએ તેમના નિયંત્રણ હેઠળની સેવાઓ અને જગ્યાઓમાં અનુસૂચિત જાતિઓનું પૂરતું પ્રતિનિધિત્વ હાસિલ કરવા માટે લીધેલા પગલાંની તપાસ અને તેને લગતા અહેવાલ વિધાનસભા સભા ગૃહને આપે છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટે રાજ્ય સરકારે હાથ ધરેલા કાર્યક્રમોના અમલ અંગે વિધાનસભા સભા ગૃહને અહેવાલ આપે છે. રાજ્ય સરકારની ક્ષેત્ર મર્યાદામાં આવતી અનુસૂચિત જાતિઓના કલ્યાણને લગતી તમામ બાબતો અંગે વિચારણા કરવી અને તેનો અહેવાલ વિધાનસભા ગૃહોને આપવા અનુસૂચિત જાતિઓના સભ્યોને પજવણી સામાજિક બહિષ્કાર નાગરિક હક સંરક્ષણ અધિનિયમ અને તે અંગે ઘડેલા નિયમોના યોગ્ય અમલ બાબતે રાજ્ય સરકારને જરૂરી ભલામણ કરવી અધ્યક્ષ છે અથવા તો સભાગૃહ સમિતિને ખાસ શોભેલા અનુસૂચિત જાતિઓની લગતી અન્ય કોઈ બાબતોની તપાસ અને અહેવાલ કરે છે.

6. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ - આ સમિતિ રાજ્ય સરકાર અને રાજ્યના જાહેર સાહસો તેમ જ વેધાનિક અને અર્ધસરકારી સંસ્થાઓએ તેમના નિયંત્રણ હેઠળની સેવાઓ અને જગ્યાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટે પૂરતું પ્રતિનિધિત્વ હાસલ કરવા માટે લીધેલા પગલાંની તપાસ અને તેને લગતા અહેવાલો વિધાનસભા સભાગૃહને આપે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટે રાજ્ય સરકારે હાથ ધારેલા કાર્યક્રમમાં અમલ અંગે વિધાનસભા ગૃહને અહેવાલ આપે છે. રાજ્ય સરકારની ક્ષેત્ર મર્યાદામાં આવતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણને લગતી તમામ બાબતો અંગે વિચારણા કરવી અને તેને વિધાનસભાને રિપોર્ટ કરવો. સભાગૃહની સમિતિને ખાસ સોંપેલી સામાજિક શૈક્ષણિક રીતેની પછાત વર્ગોની કલ્યાણકારી લગતી અન્ય કોઈ બાબતોની તપાસ આ સમિતિ દ્વારા કરવામાં આવતી હોય છે.

7. સભ્યોની ગેરહાજરી બાબતોની સમિતિ - આ સમિતિ વિધાનસભા ગૃહની બેઠકમાં ગેરહાજર રહેતા રજા બાબતે સભ્ય પાસેથી મળેલી સઘળી અરજીઓ પર વિચારણા કરી અને કોઈ સભ્ય સભાગૃહની બેઠકોમાં પરવાનગી સિવાય 60 દિવસની અથવા તો તેથી વધુ દિવસની મુદ્દત સુધી ગેરહાજર રહ્યો હોય તે પ્રસંગમાં તપાસ કરી ગેરહાજર માફ કરવી કે સંજોગોમાં સભાગૃહ તે સભ્યની જગ્યા ખાલી જાહેર કરવી તે સંબંધ અહેવાલ આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ સભાગૃહના સભ્યોની હાજરીના સંબંધમાં અધ્યક્ષ તેને શોભે તેવા બીજા કાર્યો પણ બજાવવાના હોય છે.

8. સદસ્ય નિવાસ સમિતિ - વિધાનસભાની આ સમિતિ ગાંધીનગર સ્થિત સદસ્ય નિવાસમાં સભ્યો માટે રહેઠાણને લગતી સુવિધાને લગતા તમામ પ્રશ્નો હાથ ધરવા અને સદસ્ય નિવાસ ભોજનાલય અને વિધાનસભા કેન્ટીન ખાતે ભોજન સહિતની ખાવા-પીવાની લગતી વ્યવસ્થાઓ અને અન્ય સુવિધાઓ પર દેખરેખ રાખવાનું કામ કરે છે.

9. મેજ ઉપર મૂકવાના કાગળો માટેની સમિતિ - મેજ ઉપર મંત્રીઓએ મૂકેલા તમામ કાગળ તપાસવા અને તે અંગેનો અહેવાલ વિધાનસભા ગૃહોને આપવા અંગેની આ સમિતિ છે. બંધારણ અધિનિયમ નિયમો, જોગવાઈઓ હેઠળ કાગળ સભાગૃહના મેચ ઉપર મૂકવામાં આવ્યો હોય તે જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ કાગળ મૂકવામાં ગેરવાજબી વિલંબ થયો છે કે કેમ વિલંબ થયો હોય તો વિલંબના કારણો દર્શાવતું નિવેદનમેજ ઉપર મૂકવામાં આવ્યું છે કે કેમ કારણો સંતોષકારક છે કે કેમ અંગ્રેજી ગુજરાતી એમ બંને રૂપાંતરણ સુભા ગ્રુપ પર મૂકવામાં આવ્યું છે કે નહીં તે તપાસ કરી અને વિધાનસભા ગ્રુપને અહેવાલ સુપરત કરે છે.

10. અરજી સમિતિ - આ સમિતિ વિધાનસભા ગ્રુપમાં સોંપાયેલી દરેક અરજીની તપાસ કરે છે. જો અરજી નિયમોને અનુરૂપ હોય તો સમિતિ સભાગૃહના સભ્યોમાં તે ફેરફાર અને સૂચના આપી શકે સમિતિને યોગ્ય લાગે તેવો પુરાવો મેળવ્યા પછી તેને સોંપવામાં આવેલી અરજીમાં આવેલી ચોક્કસ ફરિયાદોને લખતો અહેવાલ સભા ગૃહને આપવામાં આવે અને તે પ્રમાણે સમિતિ સૂચનો પણ કરે છે.

11. વિશેષાધિકાર સમિતિ - આ સમિતિ વિધાનસભા ગૃહને લગતા વિશેષાધિકારના દરેક પ્રશ્નો અંગે તપાસ અને તેનો ભંગ થયો હોય તે માટેની અહેવાલ વિધાનસભા ગૃહને આપશે વિશેષ અધિકારનો ભંગ થયો છે કે કેમ અને જો થયો હોય તો તેવા સંજોગોમાં કેવા પ્રકારે વિશેષ અધિકારનો ભંગ થયો છે તેનું તમામ અવલોકન કરી અને વિધાનસભા ગૃહને પોતાનો રિપોર્ટ આપે છે.

12. સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ - વર્ષ 1960ના ગુજરાત વિધાનસભાના સભ્યોના પગાર અને ભથ્થા બાબતે અધિનિયમ કલમ 10 અનુસાર આ સમિતિ રાજ્ય સરકાર સાથે વિચારણા વિનિમય કરી ઉપરોક્ત અધિનિયમના હેતુઓ પાર પાડવા માટે આદેશ કરી શકે છે. અધિનિયમ કલમ 101-એ અનુસાર આ સંધિએ ઘડેલા નિયમો અને આદેશો અધ્યક્ષની મંજૂરીને પાત્ર હોય છે.

13. ગ્રંથાલય સમિતિ - આ સમિતિ વિધાનસભામાં આવેલા ગ્રંથાલયને વધુ કાર્યક્ષમ અને સમૃદ્ધ બને તે અંગેના પુસ્તકોની પસંદગી અંગે ભલામણો કરે છે અને અધ્યક્ષ જરૂરી હોય ત્યારે સરકાર સાથે ચર્ચા વિચારણા કરી તે ભલામણો ઉપર નિર્ણય લેવડાવે છે.

14. અંદાજ સમિતિ - વિધાનસભાની આ સમિતિ વિધાનસભા ગ્રુપની અંદર જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે તે અંગેની ચર્ચા વિચારણા અને બિઝનેસ અંગે ચર્ચા કરતી હોય છે.

15. જાહેર હિસાબ સમિતિ - વિધાનસભાની આ સમિતિ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના જાહેર હિસાબો અંગે ચર્ચા વિચારણા અને તપાસ કરતી હોય છે. વિધાનસભામાં આ સમિતિ સૌથી અગત્યની અને મહત્વની માનવામાં આવે છે.

16. જાહેર સાહસ સમિતિ - વિધાનસભાની આ સમિતિ દ્વારા રાજ્ય સરકારના જુદા જુદા જાહેર સાહસો અંગેની જે કંપનીઓ છે તેના હિસાબો અને તેનું ઓડિટ પર નજર રાખવામાં આવતી હોય છે અને જાહેર સાહસો અંગેનો રિપોર્ટ વિધાનસભા ગૃહોને આપવામાં આવતો હોય છે.

17. પંચાયતી રાજ સમિતિ - વિધાનસભાની આ સમિતિ રાજ્યમાં જુદી જુદી ધાર્મિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ અને તેના વહીવટ અંગેનો અહેવાલ વિધાનસભા ગૃહને આપતું હોય છે