વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં વરસાદની મોસમ ખીલી છે ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને લઈ નદી,નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે, તો આ તરફ ગુજરાતમાં પાણીની અછતનો પ્રશ્ન પણ દૂર થયો છે, જોકે થોડા દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યાં હજુ
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં વરસાદની મોસમ ખીલી છે ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને લઈ નદી,નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે, તો આ તરફ ગુજરાતમાં પાણીની અછતનો પ્રશ્ન પણ દૂર થયો છે, જોકે થોડા દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યાં હજુ પણ રાજ્યમાં સારો એવા વરસાદ પડી શકે છે તેવું હવામાન નિષ્ણાત અનુમાન લગાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, 18થી 24 સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના પથંકમાં પણ વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, પાટણ, સિદ્વપુર, વિસનગરમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે સમી, હારીજ, બહુચરાજી, કડી સહિત સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ વરસાદ મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત રાજ્યના મોટા શહેરોમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે ત્યાં સુધી વરસાદ પડે પડતો રહેશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
જાહેરાત

આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે મહત્વનું છે કે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઇ છે ત્યારે રાજ્યમાં હજુ પણ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.