વાતાવરણ@ગુજરાત: વાવાઝોડાની અસરને પગલે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં ‘ગુલાબ’ વાવાઝોડાની અસર ઘણા ભાગોમાં દેખાવા લાગી છે. જેને પગલે હવામાન વિભાગે ગુજરાતનાં ચાર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યારે દસ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ હતુ. આ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુલાબ વાવાઝોડાની અસર આવતી કાલે એટલે કે 1 ઓક્ટોબરે દેખાય
 
વાતાવરણ@ગુજરાત: વાવાઝોડાની અસરને પગલે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ‘ગુલાબ’ વાવાઝોડાની અસર ઘણા ભાગોમાં દેખાવા લાગી છે. જેને પગલે હવામાન વિભાગે ગુજરાતનાં ચાર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યારે દસ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ હતુ. આ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુલાબ વાવાઝોડાની અસર આવતી કાલે એટલે કે 1 ઓક્ટોબરે દેખાય તેવી પૂરી સંભાવનાઓ છે. આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે 1 ઓક્ટોબર બાદ ગુલાબ વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાય તેવી શક્યતાઓ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં આજે સવારથી વરસાદનો વિરામ છે, જ્યારે અમદાવાદમાં આજે સવારથી તડકો છે. જોકે આજે રાજકોટ સહિતનાં સ્થળે મુશળધાર તોફાની વરસાદ તૂટી પડયો છે. તે માટે ગત રાત્રે ગુજરાતમાં ખંભાતનાં અખાત, સુરત પાસે આવી પહોંચેલા ગુલાબ વાવાઝોડાનાં ફૂલની ભારે વરસાદનાં આફતરૂપી પાંદડીઓ એટલે કે લોપ્રેસર અને તેની સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હતું. હવામાન વિભાગ અનુસાર આ લો પ્રેસર સૌરાષ્ટ્ર મધ્યેથી પસાર થઈને કચ્છમાં થઈને દરિયામાં પહોંચશે તે સાથે જ તેની તાકાત ઘણી વધી જશે અને તે ક્રમશઃ વેલમાર્ક્ડ લોપ્રેસર, ડીપ્રેસન બાદ વાવાઝોડામાં ફેરવાય તેવી પૂરી શક્યતા છે.