નિર્ણય@ગુજરાત: અગાઉના મુલ્યાંકન આધારે વિદ્યાર્થીની માર્ક્સશીટ તૈયાર થશે
નિર્ણય@ગુજરાત: અગાઉના મુલ્યાંકન આધારે વિદ્યાર્થીની માર્ક્સશીટ તૈયાર થશે

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના જાહેર થયા બાદ રાજ્યમાં સ્કૂલોની બાકી રહેલી પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે કોરોનાને લઇને હવે રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કર્યો છે. જેમાં ધોરણ 9 અને 11 પાસ માટે પ્રિન્સિપાલને વિશેષ અધિકારી આપવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાને લઇને પરીક્ષા ન લેવાઇ શકે તેમ હોય ગુજરાત શિક્ષણ બોર્ડે નવો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 9 અને 11 પાસ માટે પ્રિન્સિપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં પ્રિન્સિપાલ વાર્ષિક પરીક્ષા પહેલાની 2 પરીક્ષાના માર્કસ અને આંતરિક મૂલ્યાંકન આધારે પરિણામ તૈયાર કરી શકશે. જેમાં પ્રિન્સિપાલ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓના અગાઉની પરીક્ષાના આધારે જો વિદ્યાર્થી નાપાસ થતો હશે તો કૃપા ગુણ આપીને પાસ કરી શકશે. આમ કૃપા ગુણનો વિશેષ અધિકાર પ્રિન્સાપલનો આપવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી પ્રિન્સિપાલ માત્ર 10 ગુણ આપી શકતા હતા પણ આ વખતે ગમે તે વિદ્યાર્થીને 20 સુધી કૃપા ગુણ આપી શકશે. ટૂંકમાં ગમે તેટલા માર્કસ વિદ્યાર્થીને પાસ થવામાં ઓછા પડતા હશે તો પ્રિન્સિપાલ તે વિદ્યાર્થીઓને કૃપાગુણ આપી પાસ કરી શકશે. આમ હવે ધોરણ 9 અને 11 ને માસ પ્રમોશન ગણાશે નહીં.