મહામારીઃ ગાંધીનગરમાં 30 વર્ષના તબીબને કોરોના પોઝિટિવ
મહામારીઃ ગાંધીનગરમાં 30 વર્ષના તબીબને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં નવા વિસ્તારો હવે કોરોનાના સંક્રમણમાં આવી રહ્યાં છે. આવામાં સરકારે દાવો કર્યો છે કે, ટેસ્ટીંગનો આંકડો વધારાયો છે. ત્યારે ગાંધીનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતા ફિઝીશયન ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમા આ તબીબ ફરજ બજાવતા હતાં. 30 વર્ષીય ફીઝિશિયનને કોરોનાં પોઝિટિવ આવતાં સારવાર માટે ખસેડાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોર્પોરેટર વિજય પાનસુરિયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લો હજી સુધી કોરોના મુક્તો હતો, પરંતુ હવે આ જિલ્લામં પણ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢમાં 61 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વૃદ્ધને કોરોના આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરામાં આવેલ બે પોઝિટિવ કેસમાંથી એક આર્મી જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે વડોદરામાં કુલ 4 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય આર્મી જવાન ઈએમઈમાં લશ્કરી ટ્રેનિંગ માટે આવ્યા હતા તેવુ ઓએસડી વિનોદ રાવે જણાવ્યું છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.