ગાંધીનગર: 20 IPS અધિકારીઓને આ સપ્તાહમાં પ્રમોશન મળવાની સંભાવના

અટલ સમાચાર,ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓને બઢતી અને બદલી માટે કવાયત હાથ ધરાઈ છે. આ સપ્તાહ માં જ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપી દેવામાં આવશે તેવુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા વર્ષ 2006 બેન્ચના SP રેન્કના અધિકારીઓ અને 2016 બેન્ચના ASP રેન્કના આઇપીએસ અધિકારીઓને ગયા જાન્યુઆરી
 
ગાંધીનગર: 20 IPS અધિકારીઓને આ સપ્તાહમાં પ્રમોશન મળવાની સંભાવના

અટલ સમાચાર,ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓને બઢતી અને બદલી માટે કવાયત હાથ ધરાઈ છે. આ સપ્તાહ માં જ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપી દેવામાં આવશે તેવુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા વર્ષ 2006 બેન્ચના SP રેન્કના અધિકારીઓ અને 2016 બેન્ચના ASP રેન્કના આઇપીએસ અધિકારીઓને ગયા જાન્યુઆરી મહિનામાં બઢતી મેળવવાને પાત્ર હતા. જોકે કોરોના મહામારીમાં વ્યસ્ત રાજ્ય સરકારે IPS અધિકારીઓને પ્રમોશનની ફાઇલ ક્લિયર કરી ન હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્રારા વર્ષ 2006 બેન્ચના 13 SP રેન્કના IPS અધિકારીઓને DIGમાં બઢતી મળવાની હતી પરંતુ કોઇ કારણોસર આ બઢતીના હુકમો હજુ સુધી થયા નથી. જોકે હવે 2006 બેન્ચના 13 પૈકી 12 IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવશે  જ્યારે IPS અધિકારી આરએફ સંઘાડા માર્ચ મહિનામાં ડીઆઇજીમાં બઢતી મળ્યા વગર નિવૃત થયા હતા. આ 12 IPSને DIG તરીકે બઢતી મળશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2006 બેન્ચના આ 12 આઇપીએસ અધિકારીઓને બઢતી મળશે. જેમાં નીલેશ ઝાંઝડિયા, બીપીન આહિરે, શરદ સિંઘલ, ચિરાગ ગોરડિયા, પીએલ માલ, બીઆર પાંડોર, એન.એન ચૌધરી, અશ્વિન ચૌહાણ, ડૉ. એમ.કે નાયક, રાજેન્દ્ર અસારી અને કે એન ડામોરને DIG તરીકે પ્રમોશન મળશે. જ્યારે 2016 બેન્ચના પાંચ ASP રેન્કના અધિકારીઓમાં પ્રેમસુખ ડેલ, રવિન્દ્ર પટેલ, શેફાલી બરવાલ, અમિત વસાવા અને પ્રવીણ કુમારને SP તરીકે પ્રમોશન મળશે.

પ્રમોશનને કારણે ધરખમ ફેરફાર જોવા મળશે

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા SP, ASP, રેન્જ IG સહિતનાં પ્રમોશન આપવામાં આવતા જિલ્લા પોલીસ વડાથી લઈ રેન્જ IGમાં ધરખમ ફેરફાર જોવા મળશે.આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા 31 જુલાઈ ના રોજ નિવૃત થનાર છે. ત્યારે તેમના સ્થાને વર્ષ 1985 બેચના અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાને DIG બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. જ્યારે વર્ષ 1987 બેચના અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવને બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જોકે વર્ષ 1988 બેચની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અજય તોમર પણ દાવેદાર છે. તેઓ રાજ્ય સરકારની એકદમ નજીક માનવામાં આવે છે.