ગાંધીનગર: કોંગ્રેસની જન સંકલ્પ રેલીને લઇ SPGએ સ્થળ નિરિક્ષણ કર્યુ
ગાંધીનગર: કોંગ્રેસની જન સંકલ્પ રેલીને લઇ SPGએ સ્થળ નિરિક્ષણ કર્યુ

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગર નજીક અડાલજ ત્રિમંદીર ખાતે આગામી 28મી ફેબ્રુઆરીએ કોંગ્રેસની જન સંકલ્પ રેલી યોજાવાની એસપીજીએ સોમવારે ત્રિમંદીર નજીક મેદાનમાં પહોંચી સ્થળનું નિરિક્ષણ કર્યુ હતુ. મહત્વનું છે કે આ જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસના સોનિયા ગાંધી,રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જન સંકલ્પ રેલીની તૈયારીઓ અંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ રેલીમાં ખેડૂતોના દેવા માફી, યુવાનોને રોજગારીનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે. એટલું જ નહીં આ રેલીમાં કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. હાલ આ અંગે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીના ભાગરૂપે જ એસપીજીની ટીમ તપાસ માટે અહીં આવી છે. દેશની સ્થિત બદલવા માટે સીવીસીની બેઠક અહીં રાખવામાં આવી છે. મહત્વનું છે કે આ રેલીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પણ આ રેલીમાં ઉપસ્થિત રહેશે.