રાજકારણ@ગુજરાત: મનીષ સિસોદિયાના હસ્તે ખેસ પહેરી યુવાનેતા યુવરાજસિંહની AAPમાં એન્ટ્રી
રાજકારણ@ગુજરાત: મનીષ સિસોદિયાના હસ્તે ખેસ પહેરી યુવાનેતા યુવરાજસિંહની AAPમાં એન્ટ્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આગામી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સક્રિય થતાં રાજકારણ ગરમાયુ છે. આ બધાની વચ્ચે વધુ એક યુવા નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક બાદ એક યુવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાના હસ્તે ખેસ ધારણ કરી તેઓ પાર્ટીમાં જોડાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસ પર છે ત્યારે આજે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા. આ સાથે અમરેલી જીલ્લા કોંગ્રસના અગ્રણી નેતા એવા ઝવેરભાઈ રંધોળિયા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાજીની હાજરીમાં ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા અંગે ગુજરાત આપ દ્રારા ટ્વિટ કરીને જાહેરાત કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં વિજય સુંવાળા સહિતના યુવા ચહેરાઓને પાર્ટીમાં સામે કરવા માટે મોટા મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મનીષ સિસોદિયા રોડ શૉ યોજીને પ્રચાર કરવા જઈ રહ્યા છે.

રાજકારણ@ગુજરાત: મનીષ સિસોદિયાના હસ્તે ખેસ પહેરી યુવાનેતા યુવરાજસિંહની AAPમાં એન્ટ્રી