તૈયારી@ગુજરાત : આજે પંચાયત અને પાલિકાની ચુંટણીનુ થશે એલાન, નેતાઓમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક કોરોના રસીકરણની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે. એવામાં તૈયારીના ભાગ રૂપે અનેક પ્રશાસનીક કામો પણ પુરા કરવામાં આવ્યા છે. જેમાં આજે ચુંટણીની તારીખો જાહેર થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. રાજ્યની અનેક મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પુરી થઈ
 
તૈયારી@ગુજરાત : આજે પંચાયત અને પાલિકાની ચુંટણીનુ થશે એલાન, નેતાઓમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

કોરોના રસીકરણની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે. એવામાં તૈયારીના ભાગ રૂપે અનેક પ્રશાસનીક કામો પણ પુરા કરવામાં આવ્યા છે. જેમાં આજે ચુંટણીની તારીખો જાહેર થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. રાજ્યની અનેક મહાનગરપાલિકાઓ,  નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પુરી થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર થઈ શકે એમ છે. ચુંટણી અધિકારીઓ દ્વારા આ મામલે સરકારના પ્રતીનિધીઓ સાથે અગાઉ બેઠક પણ થઈ હતી. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સાંજે ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. જેથી ત્યાં વહીવટદાર અધિકારીઓનુ શાસન ચાલી રહ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હુતુ કે, આજે બપોરે રાજ્ય ચૂંટણી પંચ  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.  આગામી થોડા કલાકોમાં ચુંટણીપંચ દ્વારા મોટો નિર્ણય લેવાઈ શકે છે. ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફન્સ અંગે તૈયારીઓ શરૂ કરાઈ છે.  આ તરફ રાજ્યના તમામ રાજકીય પક્ષોઓ પણ સ્થાનિક સ્વરાજની ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરત કરી હોવાથી જનતાને ત્રીકોણીયો જંગ જોવા મળશે.