દુઃખદ સમાચાર: કરોડોના આંસુ લુછનાર સદારામ બાપુએ સ્વર્ગની વાટ પકડી

ભક્તો સહિત ગુજરાતને કદીયે ના પુરાય તેવી ખોટ મુકી ગયા અટલ સમાચાર, મહેસાણા, કાંકરેજ, સૂઇગામ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ તેમના ટોટાણા આશ્રમ ખાતે આજે સાંજે 6:44 કલાકે સ્વર્ગની વાટ પકડી લીધી છે. આ દુઃખદ સમાચારથી તેમના ભક્તો સહિત ગુજરાતને કદીયે ના પુરાય તેવી ખોટ પડી છે. કરોડો લોકોના આંસુ લુછનાર
 
દુઃખદ સમાચાર: કરોડોના આંસુ લુછનાર સદારામ બાપુએ સ્વર્ગની વાટ પકડી
દુઃખદ સમાચાર: કરોડોના આંસુ લુછનાર સદારામ બાપુએ સ્વર્ગની વાટ પકડી
File Photo

ભક્તો સહિત ગુજરાતને કદીયે ના પુરાય તેવી ખોટ મુકી ગયાદુઃખદ સમાચાર: કરોડોના આંસુ લુછનાર સદારામ બાપુએ સ્વર્ગની વાટ પકડી

અટલ સમાચાર, મહેસાણા, કાંકરેજ, સૂઇગામ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ તેમના ટોટાણા આશ્રમ ખાતે આજે સાંજે 6:44 કલાકે સ્વર્ગની વાટ પકડી લીધી છે. આ દુઃખદ સમાચારથી તેમના ભક્તો સહિત ગુજરાતને કદીયે ના પુરાય તેવી ખોટ પડી છે. કરોડો લોકોના આંસુ લુછનાર બાપા કરોડો ગુજરાતીઓને રડતા મુકી ગયા છે.

દુઃખદ સમાચાર: કરોડોના આંસુ લુછનાર સદારામ બાપુએ સ્વર્ગની વાટ પકડી

સદારામ બાપા છેલ્લા કેટલાંય સમયથી બિમાર હોવાથી તેમને પાટણની સદભાવના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યા ઠાકોર સમાજના ભકતો અને આગેવાનોએ સદારામ બાપુના ખબર અંતર પુછયા હતા. જોકે મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે લઇ જવાયા હતા. જયા ભકતોનું ઘોડાપુર તેમના ખબરઅંતર પુછવા ઉમટી પડ્યું હતું.

દુઃખદ સમાચાર: કરોડોના આંસુ લુછનાર સદારામ બાપુએ સ્વર્ગની વાટ પકડી

મંગળવારે આશરે 6:44એ દેવલોક પામ્યાના દુઃખદ સમાચાર મલતા જ સામાજીક આગેવાનો અને રાજકારણીઓ ટોટાણા આશ્રમ પહોંચી ગયા છે.

આપને જણાવી દઈએ કે સદારામ બાપુ ઠાકોર સમાજને વ્યસન મુકત કરવાનું કામ કરતા હોવાથી ઠાકોર સમાજમાં ભારે લોકચાહના મેળવી છે. તેમના આવા સામાજીક કાર્યને ગુજરાત સરકારે પણ સન્માનિત કરેલા છે. બાપાના સમાચાર વાયુવેગે ફેલાતા હાલ ગામમાં ભકતોનું ઘોડાપુર ઉમટી રહયુ છે.

બે લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા

સંત સદારામ બાપુએ ગુજરાતમાં 2 લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા હતા. દરેક સમાજ તેમની જનસેવાથી પ્રભાવિત છે. આ સમાજસુધારણાકરી ક્ષત્રિય સમાજ ઉપર ઊંડી અસર કરી હતી જેથી બાપુને સંત તરીકે માનતા હતા.

ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ ગરિમા અવોર્ડ થી નવાજયા હતા

છેલ્લા 27 દિવસ થી વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહયા હતા એવા પૂ. બાપાએ વ્યસન અને કુરિવાજો ડામવામાં પોતાનું જીવન ઘસી નાખ્યું. જેની ગુજરાત સરકારે પણ નોંધ લઈ “ગુજરાત ગૌરવ ગરિમા” એવોર્ડથી સન્માનીત કર્યા હતા.