નિવેદન@ગુજરાત: આ જીલ્લામાં સમયસર ઓક્સિજન નહીં મળે તો લાશોના ઢગલાં થશે: ધાનાણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યુ હોઇ મહાનગરો સિવાય નાના શહેરોમાં પણ કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યું છે. આ દરમ્યાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમરેલી જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાન્ટ નથી. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન
 
નિવેદન@ગુજરાત: આ જીલ્લામાં સમયસર ઓક્સિજન નહીં મળે તો લાશોના ઢગલાં થશે: ધાનાણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યુ હોઇ મહાનગરો સિવાય નાના શહેરોમાં પણ કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યું છે. આ દરમ્યાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમરેલી જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાન્ટ નથી. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલી જીલ્લો ઓક્સિજન માટે રાજકોટ અને ભાવનગર પર નિર્ભર છે. છેલ્લા 3 દિવસ થી રાજકોટ અને ભાવનગર ઓક્સિજન નથી આપતું. જો સમયસર ઓક્સિજન નહી મળે તો લાશોના ઢગલા થશે. મુખ્યમંત્રી સહિતના નેતાઓને પત્ર અને ટેલિફોનથી પરિસ્થિતિની જાણ કરી છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, અમરેલી જીલ્લાના લોકો ભગવાન ભરોસે છે. ફેબીફ્લુ, રેમડેસિવિરની પણ અછત છે. ઓક્સિજન સિલિન્ડર, ઓક્સીફ્લો મિટર, ઓક્સિપલ્સ મિટર જેવી સર્જીકલ સામગ્રી ના અભાવે સેવાભાવી સંસ્થાઓ પણ લાચાર છે.