ટ્વિટ@ગુજરાત: ફાઈવસ્ટાર હોટલ મુદ્દે ધાનાણીએ કહ્યું: ‘સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ ?
ટ્વિટ@ગુજરાત: ફાઈવસ્ટાર હોટલ મુદ્દે ધાનાણીએ કહ્યું: ‘સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં નિર્માણ પામેલી રેલવેની ફાઈવ સ્ટાર હોટલ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે કે, ગુજરાતનાં લોકોને દવા નહીં પણ દારૂ આપો. ધાનાણીએ ટ્વિટ કરીન લખ્યું છે કે, દવા આપો, દારૂ નહીં. સાહેબ, અમને દવા જીવાડશે કે દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતને દારૂ મળે એવી હોટલ જરૂર નથી પણ દવા મળે એવી હોસ્પિટલની જરૂર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરની રાજ્ય સરકારની માલિકીની હોટલ લીલામાં દારૂની પરમીટના ધાનાણીનું ટ્વિટ ચરચા જગાવી રહ્યું છે. આ હોટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે વર્ચ્યુઅલી ઉદઘાટન કરવાના છે. મોદી સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ઉદઘાટન માટે શુક્રવારે સવારે જ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.