કાર્યવાહી@ગુજરાત: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો, જાણો વિગત

 
Lowrance Bishnoi

અટલ સમાચાર, ડેસ્ક

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.નલિયા કોર્ટે આરોપી લોરેન્સ બિશ્નોઇના 4 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુજરાત ATS ફરીવાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.

ગુજરાત એટીએસે લોરેન્સ બિશ્નોઈને 25 એપ્રિલના દિવસે નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે 14 દિવસના રિમાન્ડ મળ્યા હતા..વર્ષ 2022ના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇનને ઝડપી લીધું હતું. જે કેસમાં લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં લઈ રજૂ કરાયો હતો.

અગાઉની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં રખાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો.આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા.