નિર્ણય@દેશ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લવાશે ગુજરાત, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Lorens

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇ પર ગુજરાત એટીએસએ ગાળિયો કસાયો છે. બિશ્નોઇ પર પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો આરોપ છે. હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવવાની મંજૂરી મળી ગઇ છે. ગુજરાત ATSની ટ્રાન્ઝિટ કસ્ટડી NIA કોર્ટે મંજૂર કરી છે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસે લોરેન્સની પુછપરછની માંગ કરી હતી.

બિશ્નોઈની પુછપરછ થશે. 

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે આ પહેલા 6 પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે. ગુજરાતના NDPSના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી છે.

ગુજરાત એટીએસે આ પહેલા લોરેન્સ બિશ્નોઈના સાગરીતને પણ ઝડપી પાડ્યો હતો. ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી. તેમણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો હતો. જણાવી દઈએ કે, રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.