હડકંપ@કાંકરેજ: ગામમાં ત્રણ વીઘામાં ગાંજાનું વાવેતર, SOGએ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
Updated: Oct 21, 2023, 13:49 IST
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠાના કાંકરેજના વડા ગામમાંથી બનાસકાંઠા જિલ્લા SOGની ટીમે ગાંજાની ખેતી ઝડપી પાડી છે. SOGની ટીમે દિવેલા-એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી ઝડપી પાડી હતી.
બનાસકાંઠા જિલ્લા SOGની ટીમે કાંકરેજ તાલુકાના વડા ગામમાં બાતમીના આધારે રેડ કરી હતી. આ દરમિયાન એસઓજીની ટીમને ખેતરમાં એરંડા-દિવેલાની વચ્ચે ત્રણ વીઘામાં વાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ ગાંજાની બજારમાં કિંમત આશરે એક કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. એસઓજીની ટીમે આ ગાંજાના છોડ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.