રિપોર્ટ@ગુજરાત: સચિવાલયનો ગેટ નંબર-7 ખોલવામાં આવશે, સામાન્ય વહીવટ વિભાગનો મોટો નિર્ણય
Updated: Oct 17, 2023, 14:22 IST
અટલ સમાચાર, ડેસ્ક
છેલ્લા કેટલાક મહિનાઓથી સચિવલયની આસપાસના જાહેરમાર્ગો પર ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જોવા મળી રહી છે. ખાસ કરીને સચિવાલયમાં નોકરી માટે આવતા જતા સમયગાળા દરમ્યાન ટ્રાફિક ખૂબ જોવા મળી રહ્યો છે. સરકારના સામાન્ય વહીવટી વિભાગે ટ્રાફિકની સમસ્યા સચિવાલયની આસપાસ ઓછી થાય તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
છેલ્લા ઘણા સમયથી સચિવાલયના ગેટ નંબર-7 બંધ હોવાના કારણે લોકોને ફરીને ગેટ નંબર-1 તરફ આવવું પડી રહ્યું છે. હવે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે સવારે પિક અવર્સ દરમિયાન એક કલાક માટે ગેટ નંબર-7 ખોલવામાં આવશે, અને સાંજે પણ આ ગેટ કર્મચારીઓની અવરજવર માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકારના આ નિર્ણય બાદ હવે ગેટ નંબર-4 અને ગેટ નંબર-1 પર ટ્રાફિકની સમસ્યા ઓછી થશે.