દુ:ખદ@પાલનપુર: ખેતરમાં કામ કરતાં-કરતાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત, પરિજનો શોકમગ્ન
Updated: Oct 28, 2023, 13:38 IST
અટલ સમાચાર, ડેસ્ક
પાલનપુરના આકેસણમાં 20 વર્ષની યુવતીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. ઘાસચારો વાઢતા સમયે યુવતી ખેતરમાં ઢળી પડી હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહતી જ્યા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આકેસણ ગામની 20 વર્ષીય યુવતી ભૂમિકા મોર ખેતરમાં કામ કરતી હતી. ઘાસચારો વાઢતી હતી તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તે પછી તે નીચે ઢળી પડી હતી. યુવતીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીનું નાની વયે હાર્ટ એટેકને કારણે નિધન થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.