દુ:ખદ@દ્વારકા: બોરવેલમાં ફસાયેલી બાળકી એંજલનું સારવાર દરમિયાન અંતે મોત
અટલ સમાચાર, ડેસ્ક
દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં એંજલ શાખરા નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક તે બોરવેલ આગળ પહોંચી ગઈ હતી અને અકસ્માતે બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને બચાવવા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયુ હતું. તંત્રએ બાળકીને ઓક્સિજન રસ્સી હુક દ્વારા પહોંચાડાયો હતો. જો કે ભારે જહેમત બાદ બાળકી એંજલને સુરક્ષિત રીતે બહાર કઢાઈ હતી. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જો કે સારવાર દરમિયાન બાળકી એંજલનું મોત થયું હતું.
રાણ ગામમાં 120 ફૂટનો બોરવેલ હતો એમાં 30થી 40 ફુટની ઊંડાઇએ બાળકી ફસાયેલી હતી. બાળકીને બચાવવા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. 108 એમ્બ્યુંલન્સ દ્વારા બોરવેલ અંદર ઓકસીજન મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ આર્મી, SDRF, મામલતદાર, TDO સહીતના તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.