જાણી લેજો@રાજકોટ: શ્રાવણ મહિનામાં આ 11 દિવસ બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યની પ્રથમ નંબરની ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ માસમાં 11 દિવસ બંધ રહેશે. કમિશન એજન્ટ એસોસિએશને શ્રાવણ માસમાં આવતા તહેવારોને લઈને યાર્ડમાં રજાઓ જાહેર કરી છે. આ દરમિયાન હરાજી સહિતની કામગીરી બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટ, તોલાટ, મજૂરો, વાહનમાલિકો રજાના દિવસે કામકાજ બંધ રાખશે.
શ્રાવણ માસના ચાર સોમવાર, રક્ષાબંધન, રાંધણ છઠ્ઠ, સાતમ-આઠમ, હરી નવમી, દશમ અને અમાસના દિવસે યાર્ડ બંધ રહેશે. હાલ ચોમાસું પાક તૈયાર થવાના આરે છે ત્યારે ગોંડલ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને આવી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે. જોકે, ચાલુ મહિનામાં 11 જેટલી રજાઓ રહેતા ખેડૂતોને અસર થશે. ત્યારે યાર્ડના વાઈસ ચેરમેને રજાના દિવસોમાં પોતાનો પાક લઈને ન આવવા ખેડૂતોને સૂચના આપી છે.
આ દિવસ દરમિયાન બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ
21 ઓગસ્ટ- સોમવારે જણસીની હરરાજી બંધ રહેશે.
28 ઓગસ્ટ - સોમવારે જણસીની હરરાજી બંધ રહેશે.
30 ઓગસ્ટ - બુધવાર (રક્ષાબંધન)ના દિવસે જાહેર રજાને લઈને યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.
4 સપ્ટેમ્બર - સોમવારે હરાજી બંધ રહેશે.
5 સપ્ટેમ્બર - મંગળવાર (રાંધણછઠ)ના દિવસે હરાજી બંધ રહેશે.
6 સપ્ટેમ્બર - બુધવાર (શીતળા સાતમ)ના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
7 સપ્ટેમ્બર - ગુરુવાર (જન્માષ્ટમી)ના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
8 સપ્ટેમ્બર - શુક્રવાર (નોમ)ના દિવસે હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
9 સપ્ટેમ્બર - શનિવાર (દશમ)ના દિવસે હરાજી બંધ રહેશે.
11 સપ્ટેમ્બર - સોમવારના દિવસે હરાજી બંધ રહેશે.
15 સપ્ટેમ્બર- શુક્રવાર (ભાદરવી અમાસ)ના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.