ગુજરાતઃ પતંગરસિયા માટે સારા સમાચાર, ઉત્તરાયણના દિવસે જોરદાર પવન ફૂંકાશે તેવી આગાહી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે નહિ તે મોટુ ટેન્શ છે. આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણ સમયે મોટી આગાહી કરી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. પરંતુ આ વચ્ચે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ ના દિવસે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણ પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આજે પણ અમદાવાદ શહેતમાં પ્રતિ કલાકે 11 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હાલ રાજ્યભરમાં કડકડતી ઠંડી યથાવત છે. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. 5.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે. તો ડીસા અને રાજકોટ 9 ડિગ્રી, વડોદરા 9.4 ડિગ્રી, અમરેલી-જૂનાગઢ 9.6 ડિગ્રી, ભુજ 9.8 ડિગ્રી, અમદાવાદ 10.1 ડિગ્રી નોંધાઈ છે. 
 
કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તેના બાદ પણ જાન્યુઆરી મહિનામાં બીજીવાર માવઠુ પડવાનું છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 16 થી 19 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આ દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે. એટલુ જ નહિ, જાન્યુઆરી મહિનાના અંતમાં 25 થી 29 જાન્યુઆરી સુધી પણ હવામાનનો પલટો રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવશે.