રોજગાર@જુનાગઢ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર, મહાનગર પાલિકામાં ભરતી

 
Junagadh mahanagar palika

અટલ સમાચાર, ડેસ્ક

જુનાગઢ મહાનગર પાલિકામાં U-PHC અને U-CHCમાં સીધી ભરતી કરવામાં આવી રહી છે. આ અંગેની જાહેરાતમાં અલગ-અલગ કુલ 89 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટેની મહત્વની વિગતો જેમ કે, ફોર્મ ભરવાની શરુઆત અને અંતિમ તારીખ, વયમાર્યાદા, શિક્ષણ, જગ્યાઓ અંગેની માહિતી અહીં પુરી પાડવામાં આવી છે. જુનાગઢ મહાનગર પાલિકામાં ભરતી થઈ રહી હોવાથી સૌરાષ્ટ્રના યુવાનો માટે આ સારી અને મોટી તક છે.

ફાર્માસિસ્ટમ, વર્ગ-3થી લઈને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં સૌથી વધુ 32-32 જગ્યા ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-3માં તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ), વર્ગ-3માં છે. ભરતીમાં ભાગ લેવા માટે કઈ રીતે ફોર્મ ભરવું અને ક્યાં સુધીમાં ભરવું તેની ડિટેઈલ્સ અહીં આપવામાં આવી છે.

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા U-PHC અને U-CHCમાં સીધી ભરતી કરવામાં આવી રહી છે તેના માટે માત્ર ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી રહી છે. https://junagadhmunicipal.org/ વેબસાઈટ પરથી તારીખ 18/09/2023 (બપોરના 2 વાગ્યાથી) 17?10/2023 (રાતના 11.59) સુધીમાં ભરી શકશો.

જગ્યાનું નામ અને ભરવાપાત્ર જગ્યાઓની વિગતો

1. ફાર્માસીસ્ટ, વર્ગ-3: 8 જગ્યા

2. લેબ ટેક્નિશિયન, વર્ગ-3: 9 જગ્યા

3. એક્સ-રે ટેક્નિશિયન, વર્ગ-3: 1 જગ્યા

4. સ્ટાફ નર્સ, વર્ગ-3: 7 જગ્યા

5. ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-3: 32 જગ્યા

6. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ), વર્ગ-3: 32 જગ્યા

આ વિવિધ જગ્યાઓ પર કુલ 89 જગ્યાઓ ભરવામાં આવશે, બિના અનામત, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, EWS, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો માટે બેઠકોની વિવિધ ભાગમાં વહેંચણી કરવામાં આવી છે જેની વિગતો તમે અરજી કરવા જાવ ત્યારે ભરતીની જાહેરાતમાંથી જોઈ શકશો.

અરજી કઈ રીતે કરશો?

ઉપર જણાવેલી તારીખો દરમિયાન https://junagadhmunicipal.org/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, તેમજ અન્ય જગ્યાઓની અનામત સહિતની માહિતી આપવામાં આવી છે. આ સાથે જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેની પણ વિગતો આપવામાં આવી છે. એટલે કે તેમણે ફીની 17/10/2023 (11.59) સુધીમાં ભરપાઈ કરવાની રહેશે, કારણ કે ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણાવવામાં આવશે.

જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરુર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલા ઉમેદવારોને જ પ્રથમ તબક્કે ફિઝીકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

નોંધઃ આ ભરતીને લગતી અપડેટ્સ વિશે અરજી કરતા પહેલા વેબસાઈટ પરથી માહિતી મેળવવી જરુરી છે. આ સાથે જાહેરાતમાં માહિતી આપવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રુબરુ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ફોર્મ ભરવાના સંદર્ભમાં હેલ્પલાઈન

હેલ્પલાઈન ફોન નંબરઃ 89290-13101

હેલ્પલાઈન ઈ-મેઈલ: support@registernow.in