નિર્ણય@ગુજરાત: GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરાયો, જાણો હવે કઈ તારીખે લેવાશે ?

 
GPSC

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં GPSCની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. (GPSC) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટી આગામી ડિસેમ્બરમાં લેવામાં આવનાર હતી. પરંતુ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું એક પરિપત્ર મારફતે જણાવવામાં આવ્યું છે. 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.