વાતાવરણ@ગુજરાત: અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાનની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Updated: Apr 18, 2023, 12:48 IST

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં હવે ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમી અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. બે દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી તાપમાન ઘટી શકે છે.
સોમવારે ગરમીના આંકડાની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ, ગરમીને લઇને રાહત આપનારા સમાચાર એ છે કે, હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નથી.