કાર્યક્રમ@સુરત: GSRTCની નવી 40 બસોને લીલીઝંડી, હર્ષ સંઘવીએ જૂના ફિલ્મી ગીતો લલકાર્યા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના સરથાણા વિસ્તારમાંથી આજે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા વાહન વ્યવહાર મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બસને લીલીઝંડી આપ્યા બાદ સુરતના ધારાસભ્યો તેમજ મહાનગરપાલિકાના બધા અધિકારીઓએ બસમાં મુસાફરીનો આનંદ લીધો હતો. ત્યારે મંત્રીએ બસમાં બેઠા બેઠાં જૂના ફિલ્મી ગીતો લલકારતા નજરે પડ્યાં હતાં.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસો શરૂ કરવામાં આવી છે. નિગમ દ્વારા નવી 40 જેટલી અલગ અલગ રૂટ ઉપરની બસો શરૂ કરવામાં આવી હતી. મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસુરીયા ઉદ્ઘાટન કર્યા બાદ બસમાં મુસાફરી કરી હતી. બંને મંત્રીએ ફિલ્મી ગીતો ગાયા હતા. આદમી મુસાફિર હૈ…આતા હૈ.. જાતા હૈ અને ચલ અકેલા.. ચલ અકેલા…એવા એક સાથે ગીતો ગાયા હતા.
મંત્રીઓનો અલગ અંદાજ જોઈને બસમાં બેઠેલા સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. બસમાં બેઠા બેઠા એકા એક જ ફિલ્મી ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો આવો અંદાજ ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે. હળવા અંદાજમાં ફિલ્મી ગીતો ગાતા જોઈને તમામ લોકોએ એસટીના સુત્ર સલામત સવારી એસટી અમારીને સાર્થક થયું હોય તેવું અનુભવ્યું હતું.