ગંભીર@અમદાવાદ: કેટલી કાળી કમાણી કરી હશે લાંચિયા ટેક્ષ ઇન્સ્પેક્ટરે, ગાડી રોકીને 2.37 લાખની લાંચમાં ઝડપાયા બાદ તપાસ

 
ACB Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો છે. વિગતો મુજબ જીએસટીના કેસ સંબંધે 2.37 લાખની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. એસીબીની કાર્યવાહીમાં વચેટીયો રંગે હાથે ઝડપાયો તો બીજી તરફ જીએસટી ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ થયો હતો. 

અમદાવાદના નરોડા વિસ્તારમાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ફરીયાદીની સ્ક્રેપ ભરેલ ટ્રક જી.એસ.ટી.ના અધીકારીઓએ રોકી દંડ ઓછો કરી દેવા વધુ હેરાનનહી કરવા રૂ.2.37 લાખની લાંચની રકમની માંગણી કરી હતી. આ દરમ્યાન નાયબ રાજ્યવેરા કમીશ્નરની ઓફિસમાં રાજ્યવેરા ઇન્સ્પેક્ટર,વર્ગ-૩ વિપુલ મહાદેવભાઇ કનેજીયા વતી નીલેશ કનુભાઇ પરમાર (પ્રજાજન) ( રહે.સી-૧૦, નીલકંઠ વરણી ફ્લેટ, ગેલેક્ષી સીનેમા પાછળ, નરોડા, અમદાવાદ) લાંચ લેતા ઝડપાયો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્વારકેશ પાન પાર્લર, ગેલેક્ષી ચાર રસ્તા, નરોડા, અમદાવાદ ખાતે વિપુલ મહાદેવભાઇ કનેજીયા વતી નીલેશ કનુભાઇ પરમારે પંચ રૂબરૂ લાંચની રકમની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો. આ સાથે થા વિપુલ મહાદેવભાઇ કનેજીયાએ સ્પીકર ફોન ઉપર પંચો રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી હતી. જોકે તપાસ દરમ્યાન તે નાસી ગયો હતો. આમ બન્ને આરોપીઓએ લાંચની રકમ માંગી સ્વીકારી એકબીજાની મદદાગારી કરી ગુનો કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એસીબી,અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવીઝન હેઠળ અમદાવાદ શહેર એ.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડની ટીમે કરી હતી.