ગુજરાતઃ દરિયાઇ માર્ગેથી ઘુસાડતો રૂ. 350 કરોડ ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપાયો

આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમા 16 કિલો હેરોઇન છે. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે.
 
file photo
દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે.

અટલ સમાચાર, ડેસ્ક 


અત્યારનાં સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે તેમ દરરોજ ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાઇ રહ્યાં છે. ત્યારે વધુ એક વખત દેવોની નગરી ગણાતા દ્વારકામાં પોલીસે 60 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ આરાધનાધામ પાસે કારમાંથી મળી આવ્યું છે. પકડાયેલાં ડ્રગ્સની અંદાજીત કિંમત રુપિયા 350 કરોડ છે. ગુજરાતનાં દરિયા માર્ગેથી ધુસાડતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઇ ચુક્યો છે. મુન્દ્રામાં કરોડોનાં ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઇ માર્ગેથી આવતું 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે અંદાજે 350 કરોડોની કિંમતનું ડ્રગ્સ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમા 16 કિલો હેરોઇન છે. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે. આ પેહલી વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં જ મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે. અને હવે દ્વારકાનાં દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.