શિક્ષણ@ગુજરાત: ધોરણ 10ના એડમિટ કાર્ડ જાહેર, gseb.org પરથી આ રીતે કરી શકાશે ડાઉનલોડ
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત બોર્ડની પરીક્ષા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની રાહ પૂરી થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ એસએસસી એટલે કે 10મા ધોરણની બોર્ડ પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત બોર્ડ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમનું પ્રવેશ કાર્ડ તપાસે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, GSEB ધોરણ 12મા સામાન્ય અને વ્યવસાયિક પ્રવાહની પરીક્ષાઓ 14 માર્ચથી 29 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે. ધોરણ 12નું એડમિટ કાર્ડ હજુ સુધી જારી કરવામાં આવ્યું નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે પેપર સવારે 10 થી બપોરે 1:15 દરમિયાન લેવામાં આવશે. GSEB SSC પરીક્ષાઓ 14મી, 16મી, 17મી, 20મી, 23મી, 25મી, 27મી અને 28મી માર્ચ 2023ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્ટેપ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
આ રીતે GSEB 10મું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, પહેલા GSEBની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
અહીં હોમપેજ પર GSEB SSC હોલ ટિકિટ 2023 પર ક્લિક કરો.
આમ કરવાથી, એક નવું પૃષ્ઠ ખુલશે જેના પર તમારે તમારી લોગિન વિગતો દાખલ કરવાની રહેશે.
જ્યારે પેજ ખુલે ત્યારે તેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખો અને એન્ટર બટન દબાવો.
લૉગિન થતાં જ તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.