ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી, આ તારીખે લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની શક્યતા

જાન્યુઆરીના રોજ ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે રાજ્યમાં હજુ 48 કલાક માવઠું પડી શકે છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી બે દિવસ વાતાવરણ યથાવત રહેશે. આજે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 8 જાન્યુઆરીના રોજ ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ બાદ એટલે કે, 9 જાન્યુઆરીથી વાતાવરણ સુકું બની જશે. જેના કારણે ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ ઠંડીનો પારો ગગડશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકું બનશે અને ઠંડા પવનો ફુંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે જેના કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે.

રાજ્યમાં ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 9થી 13 જાન્યુઆરીના રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. લઘુતમ તાપમાનનો પારો ગગડશે. તેમજ 16થી 18માં ફરી વાતાવરણ પલટો આવી શકે છે. માવઠાને પગલે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે. માવઠાથી મકાઇ, રજકો, જીરું, ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડયો છે.