ગુજરાતઃ પેપર લીક કૌભાંડનો NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


 પેપર લીક કૌભાંડનો NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરના ડીકેવી સર્કલ ખાતે અસિત વોરાના બેનર બનાવી તેના પર નકલી ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જામનગરના DKV સર્કલ ખાતે પેપર લીક કૌભાંડ મામલે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભ્રષ્ટાચારી અને સેટિંગ બાજ અસિત વોરા રાજીનામું આપે તેવી યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી. 

પેપરલીક કૌભાંડમાં હવે આસિત વોરાનાં રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આસિત વોરાા કાર્યકાળ દરમિયાન જ મોટા ભાગનાં પેપરો ફુટ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે, આસિત વોરાની હકાલપટ્ટી કરવામાં નહી આવે તો 72 કલાકની અંદર રાજ્યનાં લાખો વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ઉમટી પડશે. જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


 

આસિત વોરા લાખો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરી રહ્યા છે. હાલમાં જેટલા પણ પકડાયા છે તે લોકો માત્ર નાના મોટા પ્યાદાઓ છે. પરંતુ મુખ્ય ભેજાબાજ કોઇક બીજું જ છે. માટે સરકાર દ્વારા આ તમામ લોકોની હકાલપટ્ટી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત મોટા માથાઓને પણ પકડવામાં આવે તે જરૂરી બન્યું છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ બિનસચિવાલય ક્લાર્ક અને હેડક્લાર્કના પેપર ફૂટ્યા તે હાઇલાઇટ થયા હતા. આ ઉપરાંત અનેક પેપરો ફૂટી ગયા હોવાના દાવા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા.