નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, દિવ્ય મંગળા આરતી અને શૃંગારના થયા દર્શન

નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, દિવ્ય મંગળા આરતી અને શૃંગારના થયા દર્શન
 
somnath
 નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દેશના ખૂણેખૂણેથી આવેલા ભક્તો ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવવા આતુર 

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા પવિત્ર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની શરૂઆત કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દેશના ખૂણેખૂણેથી આવેલા ભક્તો ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવવા આતુર જોવા મળ્યા હતા.

દિવ્ય મંગળા આરતી અને વિશેષ શૃંગારનાં દર્શન
નૂતન વર્ષના પાવન અવસરે સોમનાથ મહાદેવની વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય આરતીમાં દેશ-વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક આરતીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સોમનાથ મહાદેવનો વિશેષ અને મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ અલૌકિક સ્વરૂપનાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.

Kandla Port
Diwali Advertisement

પરિવારની સુખ-સમૃદ્ધિ માટે ભક્તોએ કરી પ્રાર્થના
નવા વર્ષની શરૂઆત મહાદેવના આશીર્વાદ સાથે કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભક્તોમાં નવા વર્ષને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દર્શન અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા
નૂતન વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ઉમટેલી ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ સુચારુ રીતે ભગવાન સોમનાથનાં દર્શન કરી શકે. આમ, નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાળુઓએ ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાથી નવા વર્ષની મંગલ શરૂઆત કરી હતી.