આગાહી@ગુજરાત: સવારે ઠંડી તો બપોરે અંગ દઝાડતી ગરમી, મે-જૂનમાં પડશે આકરી ગરમી

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ દેશમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગરમી તો ક્યાંક કરા પડવાના કારણે હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની દિશામાં ગતિ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં હાલના સમયમાં બેવડી ઋતુના કારણે લોકોને સમજાતું નથી કે ગરમીથી બચવું કે પછી ઠંડીથી. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત્ કરવામાં આવી રહી છે.

દેશમાં 15 માર્ચની આસપાસ જેટલું તાપમાન હોય તેટલું ફેબ્રુઆરી મહિનામાં જ જોવા મળી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આકરી ગરમી પહેલા જ તેનું ટ્રેલર સામે આવી રહ્યું છે.