ગૌરવ@ગુજરાત: ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’માં ગુજરાતી ફિલ્મોનો દબદબો, ‘છેલ્લો શો’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતી ભાષાની ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે. જેમાં આજે જાહેર થયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં એક સાથે 4 એવોર્ડ પ્રાપ્ત થયા છે. નેશનલ ફિલમ્સ એવોર્ડ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવા માટે દેશનો સૌથી મહત્વનો પુરસ્કાર ગણાય છે. જેમાં છેલ્લો શોને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં સ્થાન મળ્યું છે. જ્યારે ફિલ્મ દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ આપવામાં આવ્યું છે. સાથે જ દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ મળ્યો છે. બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ ગાંધી એન્ડ કંપનીને મળ્યો છે.
જામનગરના બાળ કલાકાર ભાવિન રબારીએ જે ફિલ્મમાં લીડ એક્ટરનો રોલ કર્યો છે તે છેલ્લો શો ફિલ્મ અગાઉ વિદેશમાંથી થિયેટરોમાં સ્થાન મેળવનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. ઉપરાંત છેલ્લો શો ફિલ્મ માટે જ જામનગરના ભાવિન રબારીને આઈપીએ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સરદાર ઉધમ સિંહને નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં મોટી સફળતા મળી છે. આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. તેનું નિર્દેશન સુજીત સરકાર કરી રહ્યા છે.