કાર્યવાહી@કચ્છ: મિર્ઝાપુર વેબસીરિઝની જેમ ભુજમાં ઝડપાઇ દેશી બંદૂક બનાવવાની મીની ફેક્ટરી

 
Kutch Police

અટલ સમાચાર, ડેસ્ક

પશ્ચિમ કચ્છ SOGએ ભુજમાં રેઈડ કરી દેશી બંદૂક બનાવવવાની મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ભુજ શહેરના ભીડનાકા બહાર દાદુપીર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં રેઈડ કરીને સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે હાથ બનાવટની દેશી બંદૂક બનાવવાના મીની કારખાનાનો પર્દાફાશ કર્યો.

બાતમીના આધારે SOGએ અનીસ લોહાર નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનમાંથી દેશી બંદૂકમાં વપરાતાં બટ, બેરલ, ટ્રીગર વગેરે જેવી સાધન સામગ્રી અને ઓજાર મોટા પાયે મળી આવ્યાં હતા. દેશી બંદૂકની મીની ફેક્ટરી લાંબા સમયથી ચાલતી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. SOGએ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.