નિર્ણય@મહેસાણા: સમારકામને લઈ રવિવારે અડધા શહેરમાં વીજ કાપ, જાણો ક્યારે શરૂ થશે વીજ પુરવઠો?

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેરમાં આગામી રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે. વિગતો મુજબ મહેસાણામા 66 કેવી સબ સ્ટેશનનું વીજ સમારકામ હોવાને કારણે 26 ફેબ્રુઆરી એટલે કે રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં મહેસાણા-1 માં આવતા તમામ વિસ્તાર અને મહેસાણા-2 માં આવતા અમુક વિસ્તારમાં સવારે 8 કલાક થી સાંજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ સાથે સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવશે.
મહેસાણા શહેરના મહેસાણા-1 માં આવેલ તમામ વિસ્તારો જેવા કે ધોબીઘાટ રોડ, સોમનાથ રોડ, વિસનગર લીંક રોડ ,ગાંધીનગર લીન્ક રોડ, વિસનગર રોડ, દેલા વસાહત રોડ, ઉચરપી રોડ, ઇન્દિરાનગર , મહેસાણા પરા વિસ્તાર , કસ્બા વિસ્તાર, શોભાસણ રોડ, ગંજ બજાર ,ગંજબજાર પાછળનો વિસ્તાર, પાંચ લીંબડી ,પિલાજીગંજ ,બસ સ્ટેશન રોડ વિસ્તાર,પોલીસ હેડ ક્વાર્ટર્સ વિસ્તાર ,તાવડીયા રોડ, માનવ આશ્રમથી તોરણિયા પરામાં રવિવારના દિવસે વીજ પુરવઠો બંધ રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વીજ સમારકામને લઈ મહેસાણા-2 માં આવેલ વિસ્તારો જેલ રોડ, ડેરી રોડ, સર્કીટ હાઉસ વિસ્તાર ,રાધનપુર ચોકડીથી રાધે કિર્તન ફ્લેટ સુધીના આવેલા વિસ્તારો, રામોસણા ગામ, ચવેલી નગર વિસ્તાર, રાજધાની ટાઉનશીપ , સહારા ટાઉનશીપ વગેરે વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ સાથે સમારકામ પૂર્ણ થયા બાદ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવશે.