બ્રેકિંગ@સુરત: પૂર્વ પાસ નેતા અને MLA હાર્દિક પટેલ પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં નિર્દોષ જાહેર
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું. ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક સામે કેસ નોધવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યા હતો. વર્ષ 2017 માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવાના કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે.
પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે. 15000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ પરવાનગી વિના વર્ષ 2017માં રેલી કાઢી હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યા હતા. આજે તેમને આ કેસમાંથી મુક્તિ મળતાં અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે. જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યાં છે.
પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.વડોદરા ની ઘટના અંગે હાર્દિકે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે. વિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત છે.