બ્રેકિંગ@હારીજ: મામલતદારે નવીન બિલ્ડિગના ત્રીજા માળેથી કૂદી આપઘાત કરી લીધો, કારણ અકબંધ

 
Harij

અટલ સમાચાર, ડેસ્ક

હારીજથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ હારીજના મામલતદાર વી.ઓ.પટેલે આપઘાત કરી લીધો છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે હારીજ મામલતદારે હારીજ કચેરીના નવીન બિલ્ડિગના ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.