નિવેદન@ગુજરાત: ગાંધીનગરમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડને લઈ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો ઉત્સાહ
Updated: Jan 29, 2024, 12:08 IST
અટલ સમાચાર, ડેસ્ક
રવિવારે ગાંધીનગરમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે રવિવારની સાંજે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યારે આ ખાસ આયોજનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફિલ્મફેર ગુજરાતમાં યોજાવાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન તેમણે નિવેદન આપતા જણાવ્યું કે સૌથી મોટો ફિલ્મફેર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો. વધુમાં તેમણે ફિલ્મ શૂટિંગ માટે મોટું ડેસ્ટિનેશન બનાવવાની પણ વાત કરી.