દુ:ખદ@ગુજરાત: મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના ઈનચાર્જ હેડનું હાર્ટ એટેકથી મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં દિવસેને દિવસે હૃદય રોગના હુમલાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. રાજ્યના ભાવનગરમાં હૃદય રોગના હુમલાના કારણે એક યુવકનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના ઈનચાર્જ હેડ હરેશભાઈ બારૈયાને હાર્ટ એટેકનો હુમલો આવતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હરેશભાઇ ભાવનગર શિક્ષણ સમિતિના સભ્ય સંજયભાઈ બારૈયાના ભાઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના જૂનાગઢમાં દાંડીયારાસ રમતા 24 વર્ષીય યુવાનનું અચનાક મોત નિપજ્યું હતું. નવરાત્રીની પ્રેક્ટિસ દરમિયાન યુવાન અચાનક જમીન પર યુવાન ઢળી પડ્યો હતો. ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનનું હ્રદય અચાનક બંધ પડી જતા મોત નિપજ્યું હતું. યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સામાં સતત વધારો જોવા મળતા તે ચિંતાનો વિષય છે.