હેલ્થ બુલેટિન@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં સુધારો, હિન્દુજા હોસ્પિટલે શું કહ્યું ?

 
Anuj Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજને 30મી એપ્રીલના રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલ બાદ મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ હાલ કોમામાંથી બહાર આવી ગયા છે.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને 30 એપ્રિલ, 2023 ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ શરૂઆતમાં તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરોસર્જનએ તેમની સર્જરી કરી હતી. પરંતુ તે બાદ તેમને વધુ સારવાર અર્થે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ સરકારી એર એમ્બ્યુલન્સમાં દીકરાને મુંબઇ લઈ ગયા હતા. જેનું રૂપિયા ત્રણ લાખનું બિલ તેઓએ પોતાના ખિસ્સામાંથી આપ્યું હતું.